જસદણનાં મફતિયા પરામાં પાણીની લાઈનનું કામ પુર કરી પાઈપલાઈનુ જોઈન્ટ આપ્યા વગર જ કોન્ટ્રાક્ટર રફુ ચક્કર પાલિકા તંત્ર સામે લૉક રૉષ
જસદણ વોર્ડ નંબર-૨માં મફતિયા પરા વિસ્તારમાં નવથાપીરની દરગાહ પાસે છેલ્લ ૧ બે મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇન જમીનમાં નાખીને રફુ ચક્કર થઈ ગયા છે, એ લાઈનને પીવાની મેઇન પાઈપલાઈન સાથે જોઈન્ટ આપવામાં નહિ આવતા, છેલ્લા બે મહિનાથી પાઈપલાઈન નાખીને કોન્ટ્રાક્ટર અધિકારીઓની સૂચના પણ માનતા નથી.
આ જોઈન્ટ આપવા બાબતે જસદણ નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છતાં આ કોન્ટ્રાક્ટર ફરકતા નથી. તેનું કારણ શું જાગૃત લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નગરપાલિકામાં આવા પેધી ગયેલા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મુકવા જોઈએ, કામ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ પણ ન ચૂકવવું જોઈએ જેથી તેને ખબર પડે કે
જ્યાં ત્યાં અધૂરા કામ મુકાય નહીં. આ બાબતે જસદણ નગરપાલિકાના કહેવાતા બાહોશ ચીફ ઓફિસર મેહુલ જોઘપુરા યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરાવે તેવી જાગૃત લોકોની માગ છે.