error: This Content is protected !!

જસદણના રાણીંગપર ગામના સરપંચૅ ૧૫માં નાણાપંચના 5 વર્ષથી 5 કામ શરૂ ન કરતા DDO ઍ લાલ આંખ કરતા જ સરપંચ ની શાન ઠેકાણે આવી

તાલુકા વિકાસ અધિકારીની બબ્બે નોટિસ નો જવાબ ન આપતા આખરે કડક કાર્યવાહી થતા જ સરપંચ ઢીલા પડ્યા બે કામ પૂર્ણ કરી ખુરશી બચાવી લીધી આખરી તક અપાય

 

જસદણ તાલુકાના રાણીંગપર ગ્રામ પંચાયતના સરપંચ સામે ૧૫મા નાણાપંચના ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા પાંચ વિકાસના કામો સમયસર શરૂ ન કરવા બદલ તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ આપવામાં આવ્યા બાદ આ મામલો ડીડીઓ સુધી પહોચતા સરપંચ સામે સખ્ત કાર્યવાહી કરવાના બદલે એક તક આપતા સરપંચે ફટાફટ બે કામ પૂર્ણ કરી પોતાની ખુરશી બચાવી છે. રાણીંગપર ગ્રામ પંચાયતને ૧૫મા નાણાપંચ સને-૨૦૨૦-૨૧ થી ૨૦૨૨-૨૩ના મંજૂર થયેલ કામો શરૂ કરવામાં નહીં આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અંગે બબ્બે વખત નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં સરપંચ દ્વારા કામો શરૂ ન કરાતા પોતાની ફરજ બજાવવામાં અસમર્થ

રહેતા તેમની સામે ડીડીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ-૫૭(૧) અન્વયે સમગ્ર વિગતો ધ્યાને લઈ સરપંચએ લેખિત બાંહેધરી આપી હતી કે, ભવિષ્યમાં આવા પ્રકારની ત્રુટિ ન થાય તેની કાળજી રાખવામાં આવશે. કામો સમયમર્યાદામાં અને પારદર્શક રીતે પૂર્ણ કરી તમામ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાની બાહેધરી આપેલ.જેથી સરપંચનો ખુલાસો ગ્રાહ્ય રાખી હવે પછી આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે. તેમજ ગ્રામ પંચાયતનો વહીવટ પંચાયત અધિનિયમના નિયમો મુજબ કરવા આદેશ કરાયો છે. આ મામલે હાલ તંત્ર દ્વારા સરપંચને અંતિમ ચેતવણી આપીને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.