સરધાર તાબાના ઉમરાળી ગામૅ ખેત મજુરી કરતા 25 વર્ષીય પ્રવિણભાઇ નિનામાનું બેભાન હાલતમાં મોત પરિવારમાં શૉક છવાયૉ
વાડીએ મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં મળતાં સ્થાનિક સ્વામિનારાયણ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન દમ તોડયો
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલા સરધાર નજીકના ઉમરાળી ગામે ભાનુભાઈ કાથડની વાડીમાં રહી ખેત મજૂરી કરતો પ્રવિણભાઇ કેવલાભાઈ નીનામા ઉ.વ.૨૫ નામનો યુવાન વાડીએ બેભાન થઈ જતાં સારવાર માટે સરધાર સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં ટુંકી સારવાર બાદ મોત થયું હતું બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એમ. ડી. મુંધવાએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રવિણભાઈ વાડીએ બેભાન મળ્યો ત્યારે મોઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક મુળ મધ્યપ્રદર્શના અલીરાજપુરના ભાભરા તાબેના ખેરીયાનાલા ગામનો વતની હતો. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઈ ગયો છે