error: This Content is protected !!

જસદણ-આટકોટ રોડ ખારી પાસે વહેલા પ્રભાતે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઈજા 60 મુસાફરો સવાર હતા સદનસીબે જાનહાની ટળી

જસદણ-આટકોટ રોડ પર હનુમાનજી મંદિર ખારી નદીના પુલ પાસે સીટી પ્રાઇડ ટૉકીઝ નજીક વહેલી પરૉઢૅ આશરે 6 વાગ્યાના આસપાસ અસ્મિક રીતે બે એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસમાં અંદાજે 60 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં પ્રાથમિક માહિતી મુજબ 3 મુસાફરોને ઈજા પહોંચી હોય તેને સેવા ભાવીઑ દ્વારા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી

અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો સેવાભાવીઓ તેમજ જવાબદાર તંત્ર વાહકૉ દ્વારા તાત્કાલિક મદદ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવ અંગે તંત્ર દ્વારા વધુ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી