કોટડા સાંગાણીના ચાંપાબેડામા અનૅ ગૉમટા ગામૅ વીજળી પડતાં એક ભેંસ અને એક ગાય બે પશુનાં મોત થતા બંને પશુપાલકોને નુકસાન પંચાયતમાં એન્ટ્રી પાડી
જસદણ આટકોટ કોટડા સાંગાણી સરધાર સહિત રાજકોટ જિલ્લામાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલના ગોમટા ગામે વરસતા વરસાદમાં સાંજે 4:30 વાગ્યે વીજળી પડવાથી ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પશુપાલક વિપુલ બાબુભાઈ લાંબરિયાએ ગામના તલાટી મંત્રી અને સરપંચને જાણ કરી હતી જ્યારે બીજા બનાવમા જ્યારે સાંજે વરસતા વરસદામાં કોટડાસાંગાણી તાલુકાના ચાંપાબેડા ગામે 4:00 વાગ્યે વીજળી પડવાથી એક ગાયનું મોત થયું હતું. આ અંગે મયૂર ગોલતરે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. બે પશુના મોતનાં કારણે બન્ને પશુપાલકોને નુકસાન થયા અંગે રાજકોટ જિલ્લા પંચાયતના કંટ્રોલરૂમમાં એન્ટ્રી પડી હતી.