રક્ષાબંધનની ઉજવણી સાથે જન્મદિનની શરૂઆત કરતા અમુલ ડેરીના વાઇસ ચેરમેન અનૅ રાજકોટ ડેરીના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા
મંત્રી બાવળીયા ધારાસભ્ય રાદડીયા પૂર્વ ધારાસભ્ય બાંભણીયા ખોડલધામના દિનેશભાઈ યાર્ડના હિરપરા તથા બાવલીભાઈ ધાધલ ઍ શુભેચ્છાઓ પાઠવી
જસદણ ભાજપના વિજયભાઈ પાલિકાના જીતેન્દ્રભાઈ ચેમ્બર ઍસૉના અશોકભાઈ ડાયમંડ ઍસૉના પીવીભાઈ પૂર્વ નગરપતિ ભાયાણી છાયાણી અગ્રણી નરેશભાઈ દ્વારા શુભેચ્છાવર્ષા
જસદણ પંથકના આગેવાનોએ અમુલ ડેરી તથા રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી આજે પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન તથા રાજકોટ જિલ્લા દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામીલિયાએ પરિવારજનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનના હાથે રાખડી બંધાવીને ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના આ પવિત્ર સંબંધને ઉજવ્યો હતો. આ સાથે જ જન્મદિવસ હોવાથી ગોરધનભાઈ ધામીલિયાના જન્મદિવસની શરૂઆત પણ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી સાથે થઈ હતી. આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા વાઇસ ચેરમેન મહાવીરભાઈ ધાધલ પાટીદાર અગ્રણી નરેશભાઈ ચૉહલીયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી જસદણ ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ ચેમ્બર પ્રમુખ અશોકભાઈ ધાધલ જસદણ ડાયમંડ એસો પ્રમુખ પીવીભાઇ ભાયાણી પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી ભરતભાઈ છાયાણી સહિત ડેરીના કર્મચારી સ્નેહીજનો રાજકીય આગેવાનો સહિતના લોકોએ શુભકામના પાઠવેલ હતી આ પ્રસંગે પરિવારજનો તથા શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.