error: This Content is protected !!

ભાડલાના ભંડારીયામાં ફળીયામાં પાણી પડવા મુદ્દે પતિ પત્ની પર પાડશીનૉ પાઇપથી હુમલો દંપતિ રાજકોટ સારવારમાં પોલીસે તપાસ આદરી

પાડોશી નું નૅવાનું પાણી ફળિયામાં આવતું હોય સમજાવવા જતા ડખો નાજાભાઈ અને તેના પત્નિ પર પાડોશી મનસુખ ઉર્ફે મનો પાઈપથી તૂટી પડયો

 

 

જસદણ તાલુકાના ભાડલા ભંડારીયા ગામે રહેતાં યુવાન અને તેના પત્નિ પર પાડોશીએ લોખંડના પાઈપથી હુમલો કરી ઈજાઓ પહોંચાડતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. વરસાદને કારણે પાડોશીના નેવાનું પાણી ફળીયામાં આવતું હોઈ તેને સમજાવવા જતાં આ માથાકુટ થઇ હતી.જાણવા મળ્યા મુજબ ભાડલા ભંડારીયા ગામે રહેતાં નાજાભાઈ કાળાભાઈ બગડા (ઉ.વ.૪૦) નામના યુવાન પર પાડોશી મનસુખ ઉર્ફે મનાભાઈ અને તેની સાથેના વિશાલ સહિતે લોખંડના પાઈપથી હુમલો તેના પત્નિ ટીનુબેન (ઉ.વ.૩૮) વચ્ચે પડી માર મારતાં નાજાભાઈને બચાવવા પડતાં તેને પણ માથામાં પાઈપ ફટકારી દેતાં બંને લોહીલુહાણ થઈ ગયા હતાં. ભાડલા સારવાર લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના 

સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી નાજાભાઈ કડીયા કામની મજુરી કરે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના કહેવા મુજબ પાડોશી મનસુખભાઈના પતરાના નેવાનું પાણી વરસાદને કારણે પોતાના ફળીયામાં રાણીબેન મનસુખભાઈને આ અંગે કહેવા આવતું હોઈ તેના બા જતાં તેણે ઝઘડો કર્યો હતો. આથી નાજાભાઈ તેને ઝઘડો નહિ કરવા અને પાણી ન આવે બાબતે સમજાવવા જતાં મનસુખભાઈ માટે પતરૂ કંઈક ઉર્ફે મનો સહિતના ઉશ્કેરાઈ ગયા હતાં અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે