સરધાર ગામ પાસૅ હાઈવે પર અલ્ટૉ કાર પલટી ગઈ કારમાં સવાર 3 નૅ ઈજાઓ થતાં આટકોટ કે ડી પી હોસ્પિટલમાં સારવાર અપાઇ
ચાલકનૉ સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા કાર માર્ગની બાજુમાં પલટી આસપાસના લોકો મદદૅ દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા
સરધાર ગામ પાસૅ હાઇવૅ રૉડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જૅમા પૂરપાટ ઝડપે જઈ રહેલી એક અલ્ટો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર માર્ગની બાજુમાં પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી બનાવની વિગત મુજબ સરધાર પાસેથી પસાર થઈ રહેલી અલ્ટો કાર અચાનક અનિયંત્રિત બની પલટી ખાઈ જતાં જોરદાર અવાજ થયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો
તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી કારમાંથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે જસદણ તાલુકાના આટકોટ સ્થિત કે.ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેઓની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી અકસ્માતના બનાવ અંગે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી.