error: This Content is protected !!

જસદણ સરકારી હોસ્પિટલ ખાતે આશા વર્કર બહેનો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

૩૦ થી વધુ વયની ૧૩૪ આશા બહેનોની બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ કરાઈ

 

 ભારતમાં દર વર્ષે નોન કોમ્યુનિકેબલ ડીઝીસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સમાજમાં છુપાયેલા કેસો શોધવા સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્ટીટ્યુટ (SCCRI) રાજકોટના સહયોગથી તા.૦૫/૦૨/ર૬ ના રોજ સરકારી હોસ્પિટલ જસદણ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં ૩૦ થી વધુ વયની ૧૩૪ આશા બહેનોની બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી. 

 જે પૈકી ૬ બહેનોમાં બ્રેસ્ટ કેન્સરના સંકાસ્પદ કેસ, ૧ સર્વાઇકલ કેન્સરનો અને ૧ ઓરલ કેન્સરનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો. આ આશા બહેનોને મેમોગ્રાફી તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તપાસનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં આશરે રુ. ૫૦૦૦ થી ૬૦૦૦ થાય છે, જે ટેસ્ટ કેમ્પમાં વિના મુલ્યે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૯૯ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. 

 દિનપ્રતિદિન કેન્સરના કેસોમાં વધારો થતો જાય છે, ત્યારે આરોગ્ય ચકાસણી ઝુંબેશ દરમ્યાન દરેક તાલુકાઓમાં કેન્સરની તપાસ માટે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના સહયોગથી કેમ્પ કરવામાં આવી રહ્યા છે.