મોટા દડવામા ખેત મજુરી કરતી મહિલા રસ્તો ભૂલી જતા આટકોટ પહોંચી ગઈ ગોંડલની 181 અભ્યમ ટીમે પરિવાર સાથે મિલન કરાવતા સરાહના
અભયમ ટીમનુ માનવીય અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ ઍક દીવસથી ભૂલી પડેલી મહિલાને સહીસલામત ઘરૅ પહોંચાડતા પરિવારે આભાર માન્યો
અભયમ મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે,આશરે 45 વર્ષની ઉંમરની મહિલા આટકોટ પો. સ્ટે વિસ્તારમાં મળી આવી છે, જે રસ્તો ભૂલી ગયેલ હોવાથી મદદની જરૂર છે. કોલ મળતાં જ ગોંડલ સ્થિત 181 ટીમના કાઉન્સલર ચૌધરી લતાબેન જે. Wpc ગીતાબેન અને પાયલોટ દિવ્યેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા અને જાગૃત નાગરિક તથા સ્થાનિક પોલીસ સ્ટાપ અને અન્ય લોકો પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
પ્રાથમિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિત મહિલા રોડની બાજુમાં સુતા હોય. અને પાણી નાખી ને જગાડેલ હોય અને માહિતી મેળવાની કોસીસ કરેલ હોય પરંતુ એ પીડિતાને કસું ખબર નથી અને સતત રડતા હોય. ને વાડી વિસ્તાર માં કામ. કરવા આયવા છે. કોની વાડી માં એ ખબર નથી. ત્યાર બાદ તીયા એક દાદા આવેલ હોય અને એ દાદા ને પીડિતા ઓળખી ગયા હોય. અને જણાવેલ કે તેઓ તેમના ખેતર ની બાજુ ખેતર માં કામ. કરે છે અને આથી દાદા પાસેથી માહિતી મેળવી તો દાદા યે જાણેવલ કે એમના બાજુના ખેતર માં જ કામ કરે છે દડવા ગામ જાણાવેલ હોય. અને દાદા યે રસ્તો બતાવા જણાવેલ અને એ પણ અર્ધે રસ્તા થી ગાયબ થઇ ગયા હોય બીક ના કારણે. ત્યાર બાદ ગામ માં પૂછપરછ કરી હોય પણ ગામ વાળા યે પણ ઓળખતા ના હોય એમ જણાવેલ. ત્યારબાદ પીડિતા ને પોલીસ સ્ટેશન લઈ જવા નીકળેલ તો રીકક્ષા વાળા ભાઈ ને પીડિતા ઓળખી ગયા હોય કે કાલ એના ઘરે મજૂરી કરવા ગયા હોય. ત્યારબાદ એ ભાઈ પાસે માહિતી લઈ નામ નંમ્બર લઈ ને પીડિતા ને એમના ઘરે લઈ ગયા હોય ત્યાર બાદ ત્યાંથી પતિ તથા સાસુ-સસરા પાસે થી માહિતી મેળવી હોય અને જણાવેલ કે બેન વોશરૂમ જાવ છું એમ કરી મેં કરી ને ઘરે થી નીકળેલ હોય પરંતુ રસ્તો ભૂલી જતા આટકોટ નજીક પહોંચી ગયા હતા.
ટીમ દ્વારા મહિલાએ દર્શાવેલા માર્ગના આધારે તપાસ આગળ વધારતાં મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અભયમ ટીમે પીડિત મહિલા તથા તેના પરિવારજનોને કાયદાકીય માહિતી, સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. મહિલાએ પરિવાર સાથે રહેવાની ખાતરી આપી હતી અને સાસુ-સસરાએ પણ તેની યોગ્ય દેખરેખ રાખવાની બાહેંધરી આપી હતી સમગ્ર કામગીરી બદલ મહિલા તથા તેના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.