error: This Content is protected !!

આટકોટ વીરનગર વચ્ચે રાજકોટ ભાવનગર હાઇવે પરનો મહાકાય મોતનો ખાડો તંત્ર ઍ બુરી દેતા વાહન ચાલકોનૅ રાહત નાના મોટા ખાડા યથાવત

મોતના માચડા સમાન ખાડાથી તંગ આવીને લોકો તથા વાહન ચાલકો એ જવાબદાર તંત્રવાહકો અને નેતાઓ ઉપર ભારોભાર રૉષ ઠાલવ્યો હતો

 

આટકોટ અને વીરનગર વચ્ચે રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પર મોતના માચડા જેવો મહાકાય ખાડો પડેલ હતો રોડ વચ્ચેના અખાડાથી દુઃખી થઈ લોકોએ તંત્ર પર અને જવાબદાર નેતા ઉપર ભારૉભાર રોષ ઠાલવ્યો હતો અંતે તંત્રએ આળસ પંખેરી અને પુરાણ કરી દેતા વાહન ચાલકોને રાહત થઈ છે હજુ પણ આટકોટ થી રાજકોટ સુધી નાના મોટા ખાડાઓ યથાવત છે આખા રોડની મરામત કરવા લોકોએ માંગ કરી છે આશરે 10 ફૂટના મોટા ખાડાને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરી દેવામાં આવ્યો છે. આ ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી અને રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ રહેતો હતો. ખાડામાં વાહનો ફસાઈ જવાના બનાવો પણ બનતા હતા તંત્ર દ્વારા ખાડાની મરામત કામગીરી કરવામાં આવતા વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. જોકે, ખાડો પુરાયા બાદ પણ આ સ્થળે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં ફરી માર્ગને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન ગોંડલ ચોકડીથી જસદણ ચોકડી સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હોવાથી સમગ્ર માર્ગનું રિપેરિંગ કરવાની માગ ઉઠી છે