error: This Content is protected !!

જસદણના શાંતિનગર (રાજવડલા-જસ)થી કુંદણી રોડના કામનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે જસદણના શાંતિનગર (રાજાવડલા-જસ) થી કુંદણી રોડ (નોન પ્લાન)ના નિર્માણ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના સંકલ્પ સાથે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત આ માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે.

 આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ કક્ષાએ સુદ્રઢ માર્ગ વ્યવસ્થાથી ખેડૂતો, ગ્રામજનો, વેપારીઓ સહિત નાગરિકો માટે પરિવહન સરળ બનશે તેમજ સમગ્ર પંથકના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. 

ચોમાસા દરમિયાન પાણીના સુચારુ નિકાલ માટે ૩૦ મીટર લંબાઈનો કોઝ-વે તથા જુદી જુદી ચેઈનેજ પર ૨-લાઈન ધરાવતા પાઇપ નાળા બનાવાશે. માર્ગની સુરક્ષા માટે ૧૦૫ મીટર પ્રોટેક્શન વૉલ, સાઈડ સોલ્ડર માટીકામ, તેમજ રોડ ફર્નિચર અને થર્મોપ્લાસ્ટ પટ્ટા લગાવવામાં આવશે.  

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના હોદ્દેદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.