error: This Content is protected !!

કોટડા પીઠા નજીકના ઊંટવડમાં ખેતરમા કામ કરતા યુવકને ઍરૂ કરડ્યો હાથના ભાગે સાપૅ દંશ મારતા ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડ્યો

ખેતી કરતી વખતે નટલા મોહનિયા નામના યુવાનનૅ સર્પદંશથી તબિયત લથડતા આટકોટ કે ડી પી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ 

 

કોટડા પીઠા નજીકના ઉટવડ ગામે ખેતરમાં મજૂરીકામ કરી રહેલા એક યુવકને ઍરૂઍ ડંખ મારતાં ચકચાર મચી જવા પામી હતી. સર્પદંશનો ભોગ બનેલા યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે આટકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, ઉટવડ ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા નટલો મોહનીયા નામના યુવકને અચાનક ઝેરી સાપે હાથના ભાગે ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની ગણતરીની મિનિટોમાં જ ઝેરની અસર થતાં યુવકની તબીયત નાજુક બની જવા પામી હતી.ઘટનાને પગલે આસપાસના લોકો તાબડતોપ એકઠા થઈ ગયા હતા અને યુવકને તાત્કાલિક વધુ સારવાર માટે આટકોટ સ્થિત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા યુવકને સઘન સારવાર આપવામાં આવી રહી છે, જો કે તેની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું