error: This Content is protected !!

તહેવારોમાં સાવધાન... અજાણી લિન્ક ખોલતા જ બેંક ખાતુ ખાલી થઈ જશે નેશનલ સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા એડવાઈઝરી જાહેર

તહેવારો આવી રહ્યાં છે ત્યારે નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ્ટે એવી ચેતવણી જાહેર કરી છે કે, પોર્નોગ્રાફી એપ્લિકેશનના ઉપયોગથી સાયબર છેતરપિંડીના કિસ્સામાં ઉછાળો થઈ શકે છે. અશ્લીલ સામગ્રી પીરસતી લિન્ક્સ અને જાહેરાતો મોબાઈલ ફોન ઉપર મોકલવામાં આવે તેના ઉપર કિલક કરવામાં આવતાં જ છેતરપિંડી આચરતી અન્ય ફિશિંગ વેબસાઇટ્સના દ્વાર ખુલી જાય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટાઈમપાસ કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે આવી લિન્ક્સ અને જાહેરાતો જોવામાં સતર્ક રહેવું જરૂરી છે. ભારતમાં બેથી ત્રણ અબજ અને ગુજરાતમાં ૩૦ લાખથી દરરોજ ટાઈમપાસ કરવા માટે મોબાઈલ ફોન ઉપર વોટ્સ-એપ, ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામનો બહોળો ઉપયોગ કરે છે. દિવસના ત્રણથી સાત કલાક સુધી મોબાઇલ ફોન ઉપર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાં લોકો રસપ્રદ જણાતી લિન્ક્સ કિલક કરવા ટેવાયેલાં છે. સોશ્યલ મીડિયા ઉપર ઘરેલુ ચીજવસ્તુઓની જાહેરખબરો કે જીવનજરૂરી જણાતી બાબતોની લિન્ક્સ ઉપર ક્લિક કરવાનું પ્રમાણ વિશેષ રહે

છે. વોટ્સ-એપ કે સાદા એસ.એમ.એસ.થી મોકલાતી આ લિન્ક્સ મોટાભાગે ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ સુધી દોરી જાય છે. ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામમાં મશગુલ થઈ જતાં લોકો ઘણી વખત એવી લિન્ક્સ ક્લિક કરી દે છે કે જે અન્ય વેબસાઇટ ઉપર દોરી જાય છે. આવી વેબસાઈટ્સનો મેળો જામ્યો હોય તેમાં કોઈ વખત મોબાઇલ ધારક જાણ્યે અજાણ્યે જ એવી લિન્ક્સ ઉપર ક્લિક કરી બેસે છે કે છેતરામણીની મુસીબતો શરૂ થઈ શકે છે.

 

 

એ.આઈ.નો દુરુપયોગ થઈ રહ્યો છે 

 

એ આઈ નો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા તબક્કે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન યુવા વર્ગને વધુ સચેત રહેવાની એડવાઇઝરી કરવામાં આવી છે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે પોર્નોગ્રાફી એપ્લિકેશન, જાહેરાતો, શંકાસ્પદ લિન્ક્સથી એપ્લિકેશન ફાઇલો ડાઉનલોડ ન કરવી હિતાવહ છે. અજાણી એપ્લિકેશનને મોબાઇલ ફોનના ઉપયોગની પરવાનગી જાણ્યે-અજાણ્યે આપવાની ભૂલ ન કરવી. કોઈપણ એપ્લિકેશન શંકાસ્પદ લાગે તો વિચાર કર્યા પછી ઉપયોગ કરવો. શંકાસ્પદ જણાતી લિન્ક્સ કે એપ્લિકેશન તાત્કાલિક ડિલીટ કરી દેવી. શંકાસ્પદ લિન્ક કે એપ્લિકેશન ક્લિક થઈ ગયાનું જણાય તો પાવર બટન દબાવી રાખી મોબાઇલ ફોનને સેફ મોડમાં લઈ જઈ રિસ્ટાર્ટ કરવો જરૂરી છે