જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા સોયાબીની ઉભા પાલમાં અનૅ બાચકાની અલગથી હરાજી લેવાની વ્યવસ્થા કરવામાં આવી
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ દ્વારા સોયાબીનની હરાજી અંગે સબંધકર્તા સર્વેને જણાવ્યું છે કે કે,આવતીકાલને તા.૧૪/૧૦/૨૦૨૬ ને બુધવારના રોજથી સોયાબીન દુકાન નં.૮૨ ની પાછળ થી નાની દિવાલસાઈડ એક લાઇનમાં ઉભા પાલમાં સોયાબીન રાખવાના રહેશે.જેની હરરાજી અલગથી સવારના ૮:૩૦ વાગ્યાથી લેવામાં આવશૅ તેમજ સોયાબીન ના પાલની હરરાજી પુરી થયા બાદ દરેક દુકાનોના ઓટા પાસેથી સોયાબીન ના બાચકાની હરરાજી લેવામાં આવશે.જેની ખાસ નોંધ લેવા સબંધન કરતા સર્વે આ અંગેની જાણ દરેક કમિશનએજન્ટ ભાઈઓ એ પોત પોતાના ખેડૂત ભાઈઓ ને કરી આપવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અનુરોધ કર્યો છે