વિંછીયા ના ભડલી ગામમાં રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનારી આધુનિક ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના ભડલી ગામ ખાતે અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનારી ગ્રામ પંચાયત કચેરીનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ આધુનિક પંચાયત ભવન બનવાથી ભડલી ગામના વિકાસ કાર્યોને ગતિ મળશે અને ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. આ અવસરે અધિક મદદનીશ ઇજનેર તેજસભાઈ ચૌહાણ સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં