જસદણમાં આજથી પિતૃ તર્પણ પિતૃની તૃપ્તિ અર્થે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધનો ધમધમાટ કાગડાઓને ખીર પૂરીના જલસા પણ કાગડા ક્યાં
પ્રકૃતિનું નિકંદન કાઢવાથી કાગડા ક્યાંય જોવા મળતા નથી પિતૃઓના મોક્ષાર્થે આ દિવસોમાં દાન આપવાની પણ અનૅરી પરંપરા
જસદણમાં પોતાના પિતૃ તર્પણ પિતૃઓને તૃપ્ત કરવા અર્થે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આજથી સળંગ 16 દિવસ શ્રાદ્ધના દિવસો શરૂ થતાં જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ના દાદા અને પૂર્વ નગરપતિ જેપી રાઠોડ ના પિતાશ્રી પોપટબાપા રાઠોડ જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને નગરસેવક પીવીભાઈ ભાયાણી ના પિતાશ્રી વલ્લભ આતા ભાયાણી જસદણના પૂર્વ નગર સેવક અને પત્રકાર નરેશભાઈ ચોહલીયાના ભાઈ શ્રી અરવિંદભાઈ છગનભાઈ ચૉહલીયા પરિવારોમાં પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિ કરવામાં અનારછૅ આ ઉપરાંત શહેરના હજારો પરિવારો હિન્દુ રીત રીવાજ મુજબ કાર્ય કરી પોતાના સ્વર્ગસ્થ પિતૃઓને યાદ કરી આશીર્વાદ મેળવશે નેવા અને મોભરે કાગવાસ નાખશે પરંતુ પ્રકૃતિનું નિકંદન કાઢી નાખવાથી હાલ ક્યાંય કાગડા જોવા મળતા નથી આ દિવસોમાં કાગડાઓને ખીર પૂરી સહિતનું ભોજન મળે છે પરંતુ પ્રકૃતિના વિરુદ્ધ લોકોએ નિકંદન કર્યું હોય વૃક્ષો સહિતનું જેના કારણે ક્યાંય કાગડા જોવા મળતા નથી એક સમય એવો હતો કે જસદણમાં શાંજ પડે અને કાગડાઓનું કાવ કાવ સંભળાતું હતું આ અંગે ભોજન સહિત ધાર્મિક કાર્ય અને દાન પુણ્યનો ધમધમાટ શરૂ છે કેટલાંક ધર્મગ્રંથમા એવો પણ ઉલ્લેખ છે કે શ્રાધ્ધના દિવસોમાં પિતૃઓ પૃથ્વી ઉપર આવે છે અન્યના ભોજન સાથે કાગને પણ ભોજન આપવામાં આવે છે હાલ તો શ્રાદ્ધના 16 દિવસોમાં રસોયા મહારાજ અને ગોરબાપા પણ ઘરધણીની જેમ વ્યસ્ત રહેશે.