ગઢડાના લીંબાળીના રાહુલ મકવાણાએ MBBS માં પ્રવેશ મેળવી સમાજ અને રામપરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી
લીંબાળી ગામના વતની અને ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, આગળ ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ શહેરોમાં જઈ ઉજ્જવળ કારકિર્દીના નિર્માણ માટે અથાક પરિશ્રમ કરનાર મકવાણા રાહુલ વિનોદભાઈએ NEET ની પરીક્ષામાં ખૂબ જ સારું પરિણામ મેળવેલ છે.
તેઓએ MBBS માં પ્રવેશ માટે OBC કેટેગરીમાં 103 રેન્ક અને ગુજરાત સ્ટેટમાં 360 રેન્ક મેળવી રાજકોટ સ્થિત P.D.U. Government Medical College, Rajkot માં MBBS ના અભ્યાસ માટે પ્રવેશ મેળવી સમાજ અને શાળાનું ગૌરવ વધારેલ છે.પોતાની અથાક મહેનતથી ડોક્ટરની ઉજ્જવળ કારકિર્દી બનાવવા જઈ રહેલ રાહુલભાઈને રામપરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ તથા ગ્રામજનોએ ગૌરવ સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.