error: This Content is protected !!

કનેસરામાં ગોરધનભાઈ રાઠોડનો આપઘાત પરિવારે વ્યસન છોડવાનું કહેતા લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી

મૃતક ખેતી કામ કરતા હતા તેઓને કેફી પદાર્થોનું વ્યસન હતું અગાઉ પણ આપઘાત નો પ્રયાસ કરેલ હતૉ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ હતી

 

જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ગાંડુભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૪૫) ગઈ તા.૨૬ ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા. પરિવારને જાણ થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભાડલા પોલીસના હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ જાંબુડીયા ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળેલ કે, મૃતકને પરિવારે કેફી પદાર્થોનું વ્યસન હતું. અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારે વ્યસન છોડવાનું કહેતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક ખેત મજૂરી કરતા, સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.