જસદણ તાલુકા માં CNG ગેસનો પૂરવઠો પુરતૉ ન મળતા હાલાકી યોગ્ય કરવા પૂર્વનગરપતિ મુન્ના સોજીત્રાએ પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરીયા ને લૅખીત રાવ કરી
જસદણ તાલુકામાં સીએનજી ગેસ નો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી જસદણ પાલીકાના પૂર્વ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અશ્વિનભાઈ શંભુભાઈ સોજીત્રા (મુન્નાભાઈ) એ રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઇ વેકરીયા ને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે તેમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા વિસ્તારમાં ગુજરાત ગેસ દ્વારા CNG સપ્લાયની કામગીરી રેગ્યુલર રીતે મળતી નથી જેના કારણે વારંવાર CNGની અછત સર્જાય છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. સદરહુ બાબતે ગુજરાત ગેસ લિમિટેડને રજુઆત કરતાં માલુમ પડેલ છે કે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા કોન્ટ્રાકટર દ્વારા સૂચવવામાં આવે તે રીતે સપ્લાય કામગીરી કરવામાં આવે છે.
આ બાબતે ગુજરાત ગેસ લિમિટેડ તરફથી CNG સપ્લાય વાહન ખરાબ કન્ડીશનમાં હોવાથી રેગ્યુલર સપ્લાય મળતી નથી જેના કારણે CNG પંપ ૨૪ કલાકમાંથી ૫ થી ૬ કલાક રેગ્યુલર બંધ હાલતમાં રહે છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટર ગાડીઓની હાલત ખૂબજ ખરાબ હોવાથી ગાડીઓ સપ્લાયના બદલે વધારે સમય ગેરેજમાં જ હોય છે.
ઉપરોકત તમામ બાબતો ધ્યાને લઇ જસદણ વિધાનસભા વિસ્તારના CNG સપ્લાયની કામગીરી રેગ્યુલર થાય તે અંગેની યોગ્ય કાર્યવાહી કરવા મંત્રી કૌશિકભાઇ વેકરીયા ને અંતમાં મુન્નાભાઈ સોજીત્રાએ જસદણ પંથકમની જનતા વતી અંગત ભલામણ સહ વિનંતી કરીછે.