error: This Content is protected !!

જસદણની મોહનનગર સોસાયટી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ઉપક્રમે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

જસદણ શહેરના કમળાપુર રોડ પર આવેલી મોહન નગર સોસાયટી ખાતે નવરાત્રીના નવમા નોરતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાળાઓ અને માતાઓના હસ્તે વિધિવત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિતીનભાઈ પર્યાવરણ અધિકારી, જસદણ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓના જતન અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત કાર્યરત છે. આવી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીમાં સંસ્કાર રાષ્ટ્રભાવના અને ધર્મ પ્રત્યેની જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રસંગે RSS અને VHP ના જવાબદાર કાર્યકરો અને અધિકારી મહેશભાઈ યાદવ, ડૉ. મહેશભાઈ તાવિયા, અશોકભાઈ ચૌહાણ, વિજયભાઈ માલવીયા, નારણભાઈ મેવાડા, મનીષભાઈ મેવાસીયા, જયસુર્યા જમોડ, મહેન્દ્રભાઈ રૂપારેલિયા, તરુણભાઈ પરમાર, હિત ગિરી ગોસ્વામી, મુનાભાઈ પરમાર, પ્રમોદભાઈ મહેતા, હિરેનભાઈ ચાંવ સહિતના જવાબદાર અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહન નગર સોસાયટીના પ્રમુખ કાંતિભાઈ દુમાદીયા તેમજ સોસાયટીના તમામ રહીશોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો