જસદણના બળધોઈ દરબારગઢ ખાતે શસ્ત્ર, અશ્વ પૂજન કરાયું દશૅરાના પાવન પર્વે ક્ષત્રિય સમાજે કરી ઐતિહાસિક પરંપરાની ઉજવણી
આ દિવસે શ્રી રામે લંકા ઉપર ચડાઈ કરી હતી અંબાજીમાએ મહિસાસુરનો વધ કર્યો હતો શિવાજી મહારાજને માતાજી એ તલવાર અર્પણ કરી હતી
જસદણના બળધોઈ દરબારગઢમાં વિજયા દશમીના પાવન પર્વે શસ્ત્ર અશ્વ ભોજન કરાયું સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વિજયાદશમી નિમિત્તે અસ્ત્ર-શસ્ત્ર અને અશ્વ પૂજનનો અનેરો મહિમા છે મોટા દડવા અને સરધાર નજીક આવેલા બલધોઈ દરબારગઢ ખાતે ગીરીશભાઈ વાળાના નિવાસસ્થાને દશેરાના શુભ દિવસે પરંપરાગત શસ્ત્ર અને અશ્વ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં દશેરાએ શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનનો તહેવાર છે. આ દિવસે મા ભગવતીએ મહિષાસુરનો વધ કર્યો હતો, મર્યાદા પુરુષોત્તમ રામે લંકા પર ચડાઈ કરી વિજય મેળવ્યો હતો અને પાંડવોએ શમી વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો પરત લીધા હતા. ઇતિહાસ સાક્ષી છે કે શિવાજી મહારાજને પણ માતાજીએ સ્વયં તલવાર અર્પણ કરી હતી.
આ ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરતા બલધોઇ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મા દુર્ગાની સ્તુતિ સાથે શસ્ત્રો અને અશ્વોની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન અને નવા ધાન્યના દર્શનનું પણ વિશેષ મહત્વ છે, જે પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવી છે.