જસદણના ગઢડીયાની પરિણિતા એ કાળાસર પિતાના ઘરે ઝેર પી જીંદગી ટૂંકાવી કિરણના લગ્ન ૧ વર્ષ પહેલા રોહિત કાગડીયા સાથે થયેલ ૩ મહિનાથી રિસામણે હતી
જસદણના ગઢડીયાની પરિણિતા કિરણ કાગડીયાએ કાળાસર પિતાના ઘરે ઝેર પી જીંદગી ટૂંકાવી લીધી હતી. કિરણના લગ્ન ૧ વર્ષ પહેલા ગઢડીયાના રોહિત કાગડીયા સાથે થયેલ હતા. ૩ મહિનાથી તેણી રિસામણે હતી. મળતી માહિતી અનુસાર, કિરણબેન રોહિતભાઈ કાગડીયા ઉંમર વર્ષ ૨૧ રહે. ગઢડીયા ગામ તાલુકો જસદણ ગઈકાલે સાંજે ૫ વાગ્યાં આસપાસ જસદણના કાળાસર ગામે તેમના પિતા રમેશભાઈ વાછાણીનાં ઘરે પિયર હતી ત્યારે પિતાની વાડીએ ઝેરી દવા પી ગઈ હતી. પરિવારનેજાણ થતા તેણીને પ્રથમ જસદણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, કિરણબેનના લગ્ન ૧ વર્ષ પહેલા થયા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા તેણી ૩ મહિનાથી પિયર રિસામણે આવી ગઈ હતી. પતિ રોહિત અરવિંદભાઈ કાગડીયા ખેતીકામ કરે છે. કિરણ એક ભાઈ અને ૨ બહેનમાં નાની હતી. તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો પોલીસે મૃતકના માતા પિતાનું નિવેદન લેવા તજવીજ કરી હતી.