જસદણના કમળાપુર અનૅ લાખાવડ માથી જિવલૅણ ઘાતક ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો બે વેપારીની ધરપકડ રૂરલ એસઓજીનો દરોડો ૫૫ ફિરકી કબજે કરી ભાડલા પોલીસમાં ગુના નોંધાયા
જસદણના કમળાપુર ગામેથી પ્રતિબંધીત અને જીવલેણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા શખસને ઝડપી લઇ તેની પાસેથી ૫૫ ચાઇનીઝ ફિરકી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉત્તરાયણ પર્વ પર ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી કવોલીટીના કારણે સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુક્શાન થાય છે. પર્યાવરણ તથા જાહેર સંપતિને થતા નુકશાનના અટકાવવા માટે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા- ચગાવવાના હેતુથી ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધીત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેંચાણ તથા સંગ્રહ ઉપર પ્રતિબંધ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં જાહેરનામાની અમલવારી થાય તેમજ પંતગ દોરાનુ વેચાણ કરતા સ્ટોરવાળા કે છાની-છુપી રીતે ચાઇનીઝ દોરીનુ
વેચાણ કરતા ફેરીયાઓ ચાઇનીઝ દોરી કે ચાઈનીઝ તુક્લનુ વેથાણ ન કરે, તે માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્રારા ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનુ વેચાણ કરતા શખસો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.
દરમિયાન રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ ભાડલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, ચંદુભાઈ પલાળીયાને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, કલ્પેશ ધીરૂભાઈ વાઘાણી તથા લાલજી બાબુભાઈ રોજાસરાએ કમળાપુર પોતાના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોય, જ્યાં દરોડો પાડતા કરી બન્ને શખસો પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ ૫૫ કુલ કિ.રૂ.૨૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે કલ્પેશ ધીરૂભાઈ વાઘાણી(રહે. કમળાપુર, જસદણ) અને લાલજી બાબુભાઇ રોજાસરા (રહે. નાની લાખાવાડ, જસદણ) સામે ભાડલા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી