error: This Content is protected !!

જસદણના વડોદ ગામની સીમમાં વનરાજ સાવજના ધામા બળદનું મારણ કર્યું ખેડૂતો પશુપાલકોમાં ફફડાટ વન વિભાગની ટીમ દોડી

જસદણ તાલુકાના વડોદ સીમ વિસ્તારમાં વનરાજે દેખા દેતા ફફડાટ ફેલાઈ ગયો છે સિંહે એક બળદનું મારણ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે વડોદ પંથકના સીમ ખેતર

વાડી વિસ્તારમાં સિંહના આગમન અને મારણની ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છૅ બનાવની જાણ થતાં જ જસદણ વનવિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી છૅ વનવિભાગ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા અને ખેતરમાં કામ કરતા લોકોને ખાસ સાવધાની અને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ જસદણ પંથકમાં પ્રથમ વખત સિંહે દેખા દેતા પર્યાવરણ અને પશુપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ છૅ હાલ વનવિભાગની ટીમ દ્વારા સિંહના લોકેશન અને તેની મુવમેન્ટ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે