error: This Content is protected !!

આટકોટ પોક્સો કેસમાં દોષિતને હાઈકોર્ટ માથી જામીન મંજૂર પોક્સો કોર્ટની સજા સામે અપીલ બાદ હાઈકોર્ટનો આદેશ આ કૅસમા ધારાશાસ્ત્રી જય અંબાણી રોકાયેલ

જસદણ ના આટકોટ ગામમાં વર્ષ 2021 માં બનેલી એક કથિત ઘટનામાં રાજકોટની સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો છે. આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તારીખ 13/06/2021 ના રોજ એક સગીરા જ્યારે આટકોટ મુકામે ભાદર નદીના બેઠા પુલ પાસે કપડાં ધોતી હતી, ત્યારે આરોપી ઈબ્રાહીમ ઉર્ફે આશીફ મેહબૂબભાઈ હોથી તેને લલચાવી-ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ કેસ રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા, ફરિયાદી પક્ષે 11 સાહેદો અને 19 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 5 વર્ષ અને 16 માસની સજા તેમજ કુલ રૂ.1,18,000 નો દંડફટકાર્યો હતો.

આરોપી હાલ રાજકોટ જેલ હવાલે હતો. રાજકોટ સેશન્સ કોર્ટના આ હુક્મ વિરુદ્ધ આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે આરોપી ઈબ્રાહીમ ઉર્ફે આશીફ મેહબૂબભાઈ હોથીને જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટમાં જસદણના યુવા ધારાશાસ્ત્રી જયભાઈ અંબાણી રોકાયેલા હતા.