error: This Content is protected !!

વીંછિયાના સ્કુટી એક્સેસ એપલ આઇફોન ચોરીના ગુનાનો ભેદ એલસીબીએ ઉકૅલ્યો ચૉરી મારામારીના ગુનામાં નાસ્તો ફરતા આરોપીને ઝડપ્યો

રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ની સૂચનાથી વણશોધાયેલ ગુન્હાઓ

ઉકેલવા માટે કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સફળતા મળી છે. વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સ્કૂટર, આઈફોનની ચોરી, ઉદ્યોગનગર ૧ (જેતપુર)ના મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જસદણ ડિવિઝનમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમને બાતમી મળી હતી. જેના આધારે વિંછીયાના લાલાવદરથી કડકા જવાના રસ્તેથી સિકંદર ઉર્ફે બુંધો ઉર્ફે સિકુ ઉર્ફે ભોલુ જુમાભાઈ પલેજાને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.90,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જેમાં સુઝુકી એક્સેસ 125 સ્કૂટી કિંમત રૂ.70,000 (રજી. નં. GJ-03-PH-2147), એપલ આઈફોન 13 (સફેદ) કિંમત રૂ.20,000 પકડાયેલ હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આશરે 5 મહિના પહેલા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા ચોર્યાની કબૂલાત આપી હતી, દોઢ મહિના પહેલા જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી હતી, જેમાં તેપોલીસ પકડથી દૂર હતો.