જસદણ પીજીવીસીઍલ દ્વારા આવતીકાલે મેગા ડ્રાઈવ સઘન ચેકિંગ સાથે બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના કનેક્શન સ્થળ પર જ કટ કરવામાં આવશે
જસદણ શહેર અને તાલુકા વિસ્તારમાં વીજ બિલની લાંબા સમયથી બાકી નીકળતી રકમની વસૂલાત કરવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કડક કાર્યવાહીના સંકૅત આપવામાં આવ્યા છે આવતીકાલે 17 માર્ચ નૅ મંગળવાર ના રોજ સમગ્ર પંથકમાં એક સાથે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
PGVCL વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા ગ્રાહકો દ્વારા વારંવારની સૂચના છતાં લાંબા સમયથી વીજ બિલની ચુકવણી કરવામાં આવી નથી, જેના કારણે બાકી રકમનો આંકડો
સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ટીમો બનાવીને આવતીકાલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે વિભાગ દ્વારા આ અભિયાન સંદર્ભે આ મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જે ગ્રાહકોનું બિલ બાકી હશે, તેમના વીજ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર સ્થળ પર જ કાપી નાખવામાં આવશે જૅની ખાસ નોંધ લેવી કે
ચેકિંગ દરમિયાન આવનાર ટીમ દ્વારા સ્થળ પર રોકડ કે ચેકથી બિલ સ્વીકારવામાં આવશે નહીં. ગ્રાહકોએ આ કાર્યવાહીથી બચવા માટે તા.17 પહેલા પોતાનું તમામ બાકી બિલ ભરી દેવું અનિવાર્ય છે. જસદણ PGVCL વિભાગ દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લી ઘડીની દોડધામ અને અનાવશ્યક મુશ્કેલીથી બચવા માટે સમયસર વીજ બિલની ચુકવણી કરી જવાબદાર નાગરિક તરીકે સહકાર આપે. વીજ જોડાણ કપાયા બાદ ફરીથી કનેક્શન મેળવવા માટે ગ્રાહકોએ વધારાનો ચાર્જ અને માનસિક પરેશાની ભોગવવી પડી શકે છે, જે ટાળવા માટે વહેલી તકે બિલ ભરી દેવુ હિતાવહ છે.