રાજકોટ જિલ્લામાં હાલ હીટ વેવની અસર વર્તાઈ રહી છે. જેનાથી બચવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળે નીચે મુજબ પગલાં લેવા અનુરોધ કર્યો
રાજકોટ જિલ્લામાં હાલ હિટવૅવની અસર વર્તાઈ રહી છે જેથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળે હીટ વેવથી બચવા શું કરવું (Do's)
- સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળવો જોઈએ, ટી.વી. જોવું તથા અખબાર વાંચવું જોઈએ.
- પુરતું પાણી પીવું તથા ઓ.આર.એસ., ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ (કાચી કેરી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, જે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
- હળવા, સફેદ રંગના, ખુલતા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
- બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો જોઈએ. માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
- ઘરને ઠંડુ રાખવા પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો જોઈએ અને રાત્રીના સમયે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
- હીટ સ્ટ્રોક (Heat Stroke), હીટ રેશ (Heat Rash) અથવા હીટ ક્રેમ્પ (Heat Cramps) જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો.
- માથાનો દુ:ખાવો, ઉબકા, પરસેવો, બેચેની, ગભરામણ અનુભવો તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
- પ્રાણીઓને છાંયડામાં રાખવા જોઈએ અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ.
- રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
હીટ વેવથી બચવા શું ન કરવું (Don'ts)
- તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ કલાકથી બપોરે ૦૩ કલાકની વચ્ચે બહાર નીકળવું જોઈએ નહીં.
- ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવા જોઈએ નહીં.
- જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત શારીરિક શ્રમયુક્ત પ્રવૃતિઓ કરવી જોઈએ નહીં.
- ખુલ્લા પગે બહાર જવું જોઈએ નહીં.
- બાળકો તથા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં કારણ કે તેઓ હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે.
- આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિકસનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે શરીરને ડીહાઈડ્રેટ કરે છે.
- વાસી આહાર લેવો જોઈએ નહીં.
હાલ ઉનાળાની ઋતુમાં હીટ વેવથી બચવા લોકોને આ પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. આ બાબતે કોઈપણ મુશ્કેલી જણાય તો ૧૦૮ ઈમરજન્સી અથવા ડીસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, રાજકોટ ખાતે ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.