જસદણના વેપારીની ઈમાનદારી પોતાના ખાતામાં ૨,૪૯,૪૦,૫૫૪/- રૂપિયા આવતા પોલીસ તથા એડવોકેટ અને આગેવાનોની હાજરીમાં મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી
રાજકોટ શહેરની લેગેસી ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જસદણ શહેરના ઉમેશભાઈ કેશુભાઈ મકવાણા કે જે જસદણ યાર્ડના માર્કેટિંગ યાર્ડમાં ૭૦ નંબરની ધરતી એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા હોય અને તેમના ખાતામાં ૨,૪૯,૪૦,૫૫૪ /- રૂપિયા અંકે રૂપિયા બે કરોડ, ઓગણ પચાસ લાખ, ચાલીસ હજાર, પાનસો ચોપ્પન રૂપિયા આવેલ અને જેની ખરાઇ કરતા આ રકમ રાજકોટ શહેરની લેગીસ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હોય તેની જાણ થતા જસદણ યાર્ડના વેપારી ઉમેશભાઈ કેશુભાઈ મકવાણા દ્વારા જસદણ શહેરના માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેનશ અને ઉદ્યોગપતિ મહાવીરભાઈ ધાધલ તેમજ જસદણ શહેરના યુવા ઉદ્યોગપતિ અને બિલ્ડર કુલદીપભાઈ પટગીર વેપારી અગ્રણી વિજયભાઈ આહીર તેમજ વેપારી આગેવાન અશોકભાઈ ગાંધી અને જસદણ શહેરના જાણીતા નોટરી ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીને સાથે રાખી જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. સિદ્ધરાજસિંહ ગોહિલને વિગતવાર વાત કરેલ.
આમ જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. સિધ્ધરાજસિંહ ગોહિલ દ્વારા રાજકોટ શહેરની લેગેસી ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર રીકીભાઇ એમ.પાબરીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને એક કાયદાકીય નોટરાઈઝ લખાણ કરી આગેવાનોની હાજરીમાં ૨,૪૯,૪૦,૫૫૪ /- રૂપિયા અંકે રૂપિયા બે કરોડ, ઓગણ પચાસ લાખ, ચાલીસ હજાર, પાનસો ચોપ્પન રૂપિયાનો બેન્કિંગ લેટર અને કાયદાકીય નોટરાઈઝ લખાણ કરી જસદણ શહેરના જુના અને જાણીતા જુના બસ સ્ટેન્ડમાં આવેલ ખોડીયાર હોટલના માલિક એવા કાળુભાઈ ચા વાળા અને કેશુભાઈ ચા વાળાના પરિવારજનો ઉમેશભાઈ કેશુભાઈ મકવાણા, બીપીનભાઈ કેશુભાઈ મકવાણા, અજયભાઈ કાળુભાઈ મકવાણા, રાજેશભાઈ કાળુભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ.
આમ જસદણ શહેરના માર્કેટિંગ યાર્ડના વેપારી અને તેના પરિવારજનોની ઉમદા ઈમાનદારી જોઈને જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. સિધ્ધરાજસિંહ ગોહિલ જાણીતા નોટરી એડવોકેટ પ્રકાશ પ્રજાપતી, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મહાવીરભાઈ ધાધલ, યુવા ઉદ્યોગપતિ કુલદીપ પટગીર, વેપારી અગ્રણી વિજયભાઈ આહીર તેમજ વેપારી આગેવાન અશોકભાઈ ગાંધી તેમજ અન્ય નામાંકિત અગ્રણીશ્રીઓએ તેમજ રાજકોટ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર રીકીભાઈ એમ.પાબારીએ જસદણ માર્કેટિંગ યાર્ડના વેપારી તેમજ ઇન્ચાર્જ પી.આઇ.સાહેબ, એડવોકેટ તેમજ હાજર રહેલ અગ્રણીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ