મિત્રતાના દાવૅ આપેલ નાણા પરત માંગતા ફરિયાદીઍ પોલીસમાં કરેલ રાવની હકીકતોને ધ્યાને લઈ તહોમતદાર રમેશ હિરપરા ને જામીન મુક્ત કરતી જસદણ કોર્ટ
જસદણ શહેરના ખેડૂત વેપારી રમેશભાઈ વાઘજીભાઈ હિરપરા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી.જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે આજથી બે વર્ષ પહેલા ફરિયાદીના પતિએ ભરૂચ ખાતે બીજા મિત્ર સાથે મળી હોટલ ચાલુ કરવાનું નક્કી કરેલ અને પૈસાની જરૂરિયાત પડતા રમેશભાઈ વાઘજીભાઈ હિરપરા પાસેથી એક લાખ રૂપિયા લીધેલ અને અન્ય વિગતો પણ ફરિયાદમાં જણાવેલ.
આમ રમેશભાઈ વી.હિરપરાના જણાવ્યા મુજબ આ કામના ફરિયાદીના પતિને સ્વીફ્ટ ગાડી છોડવવાની હોય તેમજ સ્કૂલમાં ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત હોય ત્યારે રમેશભાઈ વી.હિરપરાએ મદદ કરેલી હતી અને સમય મર્યાદા પૂર્ણ થતા પૈસાની પરત માગણી કરતા ફરિયાદી અને ફરિયાદીના પતિને સારું ન લાગતાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ફરિયાદ લખાવેલ. આમ ફરિયાદ નોંધાતા જ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીશ્રીઓ દ્વારા ઝડપથી તપાસનો ધમધમાટ શરૂ કરી તજવીજ હાથ ધરેલ અને તહોમતદાર રમેશભાઈ વી. હિરપરાની ધરપકડ કરી જસદણના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન. દવે સાહેબશ્રીની કોર્ટમાં રજૂ કરેલ. આમ તહોમતદાર રમેશભાઈ વી. હિરપરાના વકીલ તરીકે જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી રોકાયેલ અને તહોમતદારની જામીન અરજી નામદાર કોર્ટેમાં દાખલ કરવામાં આવેલ.આમ જામીન અરજી અનુસંધાને નામદાર કોર્ટમાં પોલીસ અધિકારીશ્રી દ્વારા પ્રોડક્શન રિપોર્ટ સાથે સાધનિક કાગળો રજૂ કરેલ. આમ તહોમતદાર રમેશભાઈ વી. હિરપરાના બચાવ પક્ષના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદી દ્વારા આપવામાં આવેલ ફરિયાદ તેમજ બનાવની બાબતની સાચી હકીકત અને બનાવ સમયે તહોમતદાર ક્યાં હતા ? તેનો શું રોલ છે ? અને કયા કારણોસર ફરિયાદ કરવામાં આવી છે તે સ્પષ્ટ તેમજ સઘળી હકીકતો જણાવેલ અને આ ઉપરાંત વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલ અને વિસ્તૃત ધારદાર દલીલો કરેલ.આમ નામદાર કોર્ટે દ્વારા બન્ને પક્ષોની દલીલોને સાંભળેલ તેમજ સાધનિક કાગળો અને આધાર પુરાવોઓ તેમજ રજૂ રાખેલ વિવિધ ચુકાદાઓને ધ્યાને લઇ જસદણ કોર્ટે તહોમતદારને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આમ રમેશભાઈ વાઘજીભાઈ હિરપરાના બચાવ પક્ષના એડવોકેટ તરીકે જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી તેમજ એશોસીયેટ ટીમના એડવોકેટશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, દીપકભાઈ રવિયા, મોહમ્મદ હનીફ કટારીયા, વિશાલભાઈ રોજાસરા, નિર્મલભાઈ વ્યાસ રોકાયેલા હતા