error: This Content is protected !!

જસદણ બાર એસોસિએશનના હૉદૅદારૉ ની સર્વાનુંમત્તે વરણી થતાં નવ નિયુક્ત સુત્રધારોએ સભ્યોને મળતા લાભો પડતર પ્રશ્નો નાણા ભંડોળ પારદર્શક વહીવટ નૉ કોલ આપ્યો

સમગ્ર ગુજરાત રાજ્યમાં એક જ દિવસે તારીખ:-૧૯/૧૨/૨૦૨૫ ના રોજ આખા ગુજરાતમાં બાર એસોસિયેશનના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ બાર એસોસિયેશનમાં બાર એસોસિયેશનના સભ્યો દ્વારા સર્વ સંમતિથી હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે.

જેમાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે મહાવીરભાઈ એચ.બસીયા તેમજ ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ આર. સરધારા તેમજ સેક્રેટરી તરીકે વિપુલભાઈ વી. હતવાણી તેમજ ખજાનચી તરીકે નીતિનભાઈ પી. કટેશીયા લાઇબ્રેરીયન તરીકે મોહિતભાઈ આર. રવૈયાની નિમણૂક કરવામાં આવેલ. 

આમ બાર એસોસિએશનના સભ્યો દ્વારા સર્વ સંમતિથી નિમાયેલા હોદ્દેદારોએ જસદણ બાર એસોસિએશનના તમામ સભ્યોનો આ તકે આભાર વ્યક્ત કરેલ અને નિમાયેલા હોદ્દેદારોએ પોતાની યાદીમાં જણાવેલ છે કે બાર એસોસિએશનના સભ્યોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂકેલ છે અને હોદાની રૂ એ જે જે જવાબદારીઓ આવે છે તે તમામ જવાબદારીઓ નિભાવવાની તક અમોને આપી છે તે તમામ જવાબદારીઓ અમો ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશું તેવો વિશ્વાસ અને ખાત્રી આપેલ છે.

  1. આમ બાર એસોસિયનના પડતર પ્રશ્નોનું વહેલી તકે સોલ્યુશન કરીશું તેમજ વેલફેર ફંડ તેમજ વેલફેર ટિકિટ અને કોર્ટ ટિકિટ સરળતાથી મળી રહે તેવું આયોજન કરીશું તેમજ મેડિકલ લાભો તેમજ રીડિંગ માટે કાયદાના પુસ્તકોની વ્યવસ્થા કરીશું તેમજ નાણાકીય ભંડોળનો પારદર્શક વહીવટ રાખીશું તેમજ આ ઉપરાંત બાર એસોસિએશનના સભ્યોને મળવાપાત્ર સુવિધાઓ અને લાભો અપાવીશું તેમજ કાયદાકીય સેમીનારો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું તેમજ બાર એસોસિએશનના સભ્યોના હિત માટેના કામો કરીશું તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નીતિનિયમો અને આદેશોનું ચુસ્તપણે પાલન કરીશું તેવું નિમાયેલા સર્વ હોદ્દેદારોએ જણાવેલ છે.