પાંચવડા ગુંદાળા ચેકડેમમાં બે યુવાનો ડૂબ્યા જસદણ ફાયર ટીમૅ રેસ્ક્યુ કરી એકનૅ બચાવ્યો એકનું મોત નાહવા જતાં અકસ્માત સર્જાયો
જસદણના પાંચવડા ગુંદાળા ગામ નજીક બે યુવક પાણીમાં ડૂબીયા હતા ગુંદાળા ગામા નજીક આવેલ ગલડી ડેમાં બાઈક ધોવા અને નાહવા જતા બે યુવક પાણીમાં ડૂબ્યા હતા હાલ સૌની યોજના થકી નર્મદાનું પાણી છોડેલ હોય જેથી ચેક ડેમમાં પાણીનો પ્રવાહ શરૂ હોય અને યુવકો બાઈક ધોવા અને નાહવા પડેલ હોવાનું જાણવા મળે છે અને તણાવવા લાગેલ જેમાં
પાણીમાં ડૂબતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે જસદણ ફાયર ફાઈટર ની ટીમ દ્વારા એક યુવકને રેસ્ક્યુ કરી બહાર કઢાવ્યો હતો આ ઉપરાંત ડેમમાં10 યુવક નાહવા ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે એક યુવકને સ્થાનિકો દ્વારા બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છૅ જસદણ નગરપાલિકા અનૅ સ્થાનિક તરવૈયાઑ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો હતૉ જાણ થતા જ આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અનૅ મૃતકના પરિવાર અંગે તપાસ શરૂ કરી હતી