જસદણ-વીંછિયા રોડ પર મોટર સાયકલ સવારૅ ધણખુંટનૅ ટક્કર મારતા ફંગોળાયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
જસદણ-વીંછિયા હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકૅ ચાલતા જતા આખલા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેમાં ધણખુંટ કેવી રીતે ચાલીને જાય છે અને બાઈક સવાર રીતસર પાછળથી આખલા સાથે અથડાય છે અને આખલો રોડથી સાઈડમાં ભાગે છે તે સ્પષ્ટ સીસી ટીવી ખુટેજમાં દેખાય છે