error: This Content is protected !!

જસદણ નગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમ અને રામેશ્વર યુવક મંડળના ભરતભાઈ છાયાણીના ઉપક્રમે વૃક્ષારોપણ સંપન્ન

રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભાજપ પ્રમુખૉ વિજયભાઈ, ચંકીતભાઈ ડૉ પંકજ કોટડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

 

જસદણ શહેરના ગોખલાણા રોડ આડી ભાદર પાસે આવેલ રામેશ્વર મંદિર ખાતે જસદણ નગરપાલિકા તથા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ અને રામેશ્વર યુવક મંડળના ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરંપરાગત વૃક્ષો વડલા પીપળ બોરસલી ઉમરો જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયુ હતુ આવતી 29/06/2026 ને સોમવાર ના રોજ સવારે 8 કલાકે શ્રી રામેશ્વર મંદિર ખાતે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી તથા જસદણના ખ્યાતનામ ડોક્ટર પંકજ એલ કોટડીયા પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી સહિતનાઓની ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકીય સામાજિક શૈક્ષણિક વેદકીય ધંધાકીય સહિત સંસ્થાઓના આગેવાનો રાજકીય કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંયુક્ત વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં નગર પાલિકા પૂર્વ કોર્પોરેટર તથા જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર સહિત વિવિધ શ્રેણીના આગેવાનો એ ઉપસ્થિત રહ વૃક્ષારોપણ કર્યું હતું