error: This Content is protected !!

સાણથલીગામૅ ટીસીમાં ધડાકાથી વીજગુલ થતા લોકો મધરાતે ઉકળાટમા અકળાયા જી,ઇ,બી,એ ચાલુ વરસાદે ટીસી બદલ્યું તંત્રની લોકોમાં પ્રશંસા

જસદણના સાણથલી ગામના પ્લોટ વિસ્તારમાં ગત રાત્રે 11:00 વાગ્યા ની આસપાસ ટીસી માં ધડાકા સાથે ફોલ્ટ માં આવતા પ્લોટ વિસ્તારના એક આખા વિસ્તારમાં.. સાંજના વરસાદી વાતાવરણ અને અસહ્ય બફારા વચ્ચે રહી સ્થાનિક રહીશો. બાળકો લોકો હેરાન થતા હતા તે દરમિયાન લતાવાસીઓએ પીજીવીસીએલનૅ જાણ કરી કૅ અમરૉ આખેઆખો વિસ્તાર બંધ હોય ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો પરેશાન છૅ સ્થાનિક રહીસો ની તકલીફ અંગે નાયબ કાર્ય પાલક ઇજનેર ધવલભાઈ પરમાર ને ધ્યાનમાં આવતા તેઓ દ્વારા તુરંત મુશ્કેલી સમજી જાણીને નાઈટમાં હાજર તમામ સ્ટાફ વરસાદના કારણે અનેક જગ્યાએ ફોલ્ટમાં રોકાયેલ હોવા છતાં ટીસી કોન્ટ્રાક્ટર વિજય ભેઙા તેમજ પીજીવીસીએલ. લાઈન મેન સંદીપભાઈ કીલજી પીજીવીસીએલ પરમારના સહયોગ લઈને તુરંત જ ટીસીની વ્યવસ્થા કરી રાત્રે 1/30.વાગ્યે વીજ પુરવઠો શરૂ કરીને ભારે જહેમત ઉઠાવી હતી રાત્રે ને રાત્રે વીજ પુરવઠો શરૂ કરાતા સ્થાનિક રહીશો માં રાહત અનુભવી હતી અને કામગીરી કરનાર ઈજનેર તથા સ્ટાફની કામગીરીને વિસ્તાર વાસીઓએ બિરદાવી હતી હતી