જસદણ પીઆઇ અનૅ ટીમૅ ગૂમ મહિલા અસ્મિતાબેન અનૅ બાળકને શોધી પરિવારને સૉપતા પૉલીસ ટીમની લોકોમાં સરાહના
જસદણ પોલીસે ગુમ થયેલ માતા અને પુત્રને શોધી પરિવારને સૉપતા પોલીસની કામગીરીની લોકોમાં સરાહના થઈ રહી છૅ તાલુકાના સનાળા ના રહેવાસી અસ્મિતાબેન ઉર્ફે આશાબેન બાબુભાઈ શેખ તથા તેમના 5 વર્ષીય પુત્ર માનવ બાબુભાઈ શેખ ગુમ થયાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી.ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસની સતત મહેનત અને સતર્ક કામગીરીના પરિણામે ગુમ થયેલ અસ્મિતાબેન ઉર્ફે આશાબેન અને તેમના પુત્ર માનવને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા હતા. મહિલા અને બાળક મળી આવતા પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે. આ કામગીરીમાં જસદણ પોલીસ સ્ટેશન પીઆઈ જે.પી. ગોસાઈ અને તેમની ટીમની સરાહનિય કામગીરી