error: This Content is protected !!

જિલ્લામાં 181 મહિલા અભયમ હેલ્પલાઇન દ્વારા 1,479, અલગ અલગ કિસ્સાઓમાં મહિલાઓને મદદ મળી

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બૅઠકમા સખી’ વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ રાજ્યમાં બીજા તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે

 

કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મહિલા સુરક્ષા, સલામતી અને સશક્તિકરણ અર્થે જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ યોગ્યતા ધરાવતા તમામ મહિલાઓને ગંગાસ્વરૂપા મહિલા પેન્શન યોજનાનો લાભ મળે , ૧૮૧ અભયમ હેલ્પ લાઈન દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ ખાસ કરીને આત્મહત્યાના વિચાર કરતા મહિલાઓ સાથે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ બનતી યોજનાઓમાં બેન્ક દ્વારા અપાતી લોન તેમજ સબસીડીનો વધુને વધુ મહિલાઓને લાભ મળે તે માટે કામગીરી કરવા વિભાગને સૂચના આપી હતી. સખી' વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ ગુજરાતમાં બીજા ક્રમે તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યાનું શ્રી ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું.

આ તકે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનના કો-ઓર્ડીનેટર તુષાર ભેરવાએ કહ્યું કે, રાજકોટમાં કુલ પાંચ મહિલા હેલ્પલાઇન વાન કાર્યરત છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૬માં કુલ ૧,૪૭૯ જેટલા અલગ અલગ કિસ્સામાં મહિલાઓને મદદ પહોચાડવામાં આવી છે.