error: This Content is protected !!

જસદણ પાટીદાર ભવન ખાતે નરેશ પટેલના જન્મદિનને યૉજાયૅલ મેગા રક્તદાન કેમ્પમાં 104 બોટલ રક્ત એકત્રિત યુવાનો ઉત્સાહભેર ઉમટ્યા

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે જસદણના આટકોટ રોડ પાણીના ટાંકા પાસે આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ખોડલધામ ના ટ્રસ્ટી અને પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયા ઉદ્યોગપતિ ગિરધરભાઈ વેકરીયા નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ખોડલધામ સમિતિ જસદણના નરેશભાઈ પોલરા દરૅડ ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી પાટીદાર ભવનના રમેશભાઈ જેસાણી જીગ્નેશ રૂપારેલીયા ડાયમંડ ઍસોના પ્રમુખ પીવીભાઈ ભાયાણી એસપીજીના પ્રમુખ સુરેશભાઈ છાયાણી જિલ્લા પંચાયતના પૂર્વ આગેવાનો ભીખાભાઈ રોકડ પરેશભાઈ રાદડિયા ભાવેશભાઈ છાયાણી સહિતના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન કુલ 104 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જસદણ ખોડલધામ સમિતિ તથા પાટીદાર શૈક્ષણિક ભવનના ઉપક્રમે આ કેમ્પને સફળ બનાવવા હોદ્દેદારો, કાર્યકરો જહૅમત ઉઠાવી હતી.