error: This Content is protected !!

વિંછીયામા કસ્ટમ હાયરીંગ સેન્ટરમાં ખૅતી કરતા ખૅડુતૉને હવે ભાડેથી તમામ પ્રકારના સાધનો મળશે કલેકટર કચેરી ખાતે દિશાની બેઠક મળી

ટ્રેક્ટર રોટાવેટર સહિત ખેતીલક્ષી સાધનો ઉપલબ્ધ થવા અંગે ચર્ચા તથા આયુષ્યમાન કાર્ડની મુદત પુરી થતા પહેલા તંત્ર આસામીને જાણ કરશે

 

 

રાજકૉટ કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં૩૩ કચેરીઓ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે, અમૃત ૨.૦, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ રૂરલ લાઈ વલીહુડ મિશન તેમજ માર્ગ અને મકાન વિભાગના પ્રગતિ હેઠળના વિકાસલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.વિંછીયા ખાતે કસ્ટમ હાયરિંગ સેન્ટરમાં ખેડૂતોને ટ્રેક્ટર અને રોટાવેટર સહિતના ખેતીલક્ષી સાધનો ભાડે આપવાની કામગીરીની ચર્ચા કરી હતી. ખેતી કરતા ખેડુતોને કોઈપણ સાધનોની જરૂરીયાત પડે તો તે સહેલાયથી ભાડે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવો પ્રયોગ છે જે સંફળ થતા જિલ્લાના અન્ય તાલુકામાં પણ તેની અમલવારી કરવામાં આવશે.ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને સોઈલ હેલ્થ કાર્ડ તેમજ પશુપાલન કચેરીની વિવિધ યોજનાઓ, પશુઓની વિવિધ જાતો મુજબ નોંધણીની કામગીરીની છણાવટ કરી હતી. શાળાઓમાં માનવ સંસાધન, સમગ્ર શિક્ષા ગ્રાન્ટના પ્રગતિ અહેવાલ, ઈત્તર પ્રવૃત્તિઓ, આંગણવાડીઓના બાંધકામનું વિશ્લેષણ તેમજ ભાર વિનાનું ભણતર સૂત્ર સાર્થક કરવા જણાવ્યું હતું.રાજકોટ નગરની આસપાસના લોકોની સુખાકારી માટે પર્યાવરણ અને જળસંચયને લગતા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આયુષ્માન કાર્ડની ૩ વર્ષની વેલિડિટી બાબતે રિન્યુઅલની કામગીરી છ મહિના પહેલા જ કરી દેવા કલેક્ટર દ્વારા સુચન કરવામાં આવ્યું હતું અને તાલુકાલેવલે નિકળેલા કાર્ડની જે યાદી મુજબ જે લાભાર્થીર્ન કાર્ડની મુદત પુરી થતી હોય તેમને સામેથી જાણ કરવામાં આવશે તથા રાજકોટના ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ શકે તે માટે સક્ષમ બનાવવા જરૂરી સવલતો ઉભી કરવા તાકીદ કરી હતી.