ઓપરેશન મ્યુલ હંટ જસદણ વિંછીયા પંથકમાં સાયબર ફ્રોડના નાણા જમા કરનાર રાજાવડલા (ભાડલા) કંધેવાળીયા બેલડાના શખ્સૉ સામે ગુનો દાખલ
અનેક રાજ્યોમાં ફ્રોડના નાણા પોતાના એકાઉન્ટમાં મેળવી કમિશન કટ મારી રૂપિયા સૂત્રધાર સુધી પહોંચાડતા તા શાપર-વીછીયા પોલીસની કાર્યવાહી
વિંછીયા પંથકમાં સાયબર ફ્રોડના નાણા જમા કરનાર ત્રણ શખ્સો સામે અલગ-અલગ ગુન્હા નોંધાયા છે. તેમજ ૧૩.૩૯ લાખ શાપર-વેરાવળમાં સાયબર ફ્રોડના ૩. સગેવગે કરનાર જસદણના રાજાવડલાના બે શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.
મળતી વિગતો મુજબ વિંછીયા પોલીસ સરકાર તરફે ફરીયાદી બની હેડ કો. મનોજભાઈ ડાભીએ જયરાજ કાનજીભાઈ ઓળકીયા રે. કેધવાળીયા, તુષાર હિંમતભાઈ વાલાણી રે. વિંછીયા સરકારી દવાખાને પાસે દરજી શેરી તથા જયેશ રમેશભાઈ સોલંકી રે. બેલડા તા. વિંછીયા સામે અલગ-અલગ ત્રણ પોલીસ ફરીયાદ કરેલ છે . ફરીયાદમાં જણાવ્યા મુજબ
આરોપીએ પોતાના બેન્ક એકાઉ-ટમાં સાયબર ફ્રોડ કરનાર અજાણ્યા આરોપીઓ પાસેથી સાયબર ફ્રોડની જમા કરાવી આર્થિક લાભ મેળવી અલગ અલગ વ્યકિતઓ પાસેથી છળકપટ અથવા ચોરી કે અન્ય સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી નાણા સગવગે કરતા હતા ગુન્હો કર્યો ઉક્ત ત્રણેય સામે ગુન્હો દાખલ કર્યો હતો. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે તેમજ શાપર-વેરાવળના એ.એસ.આઈ. દિવ્યરાજસિંહ રામદેવસિંહ સરવૈયા એ આરોપી ૧) રાહુલ ભુપતભાઈ રાઠોડ રહે. રાજાવડલા (ભાડલા) તા. જસદણ તથા (૨) નરેશભાઈ રણછોડભાઈ ગાબુ રહે. રાજાવડલા (ભાડલા તા .જસદણ તથા તપાસમાં ખુલે તે તમામ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરેલ
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. (૧) તથા (૨) એ ગુન્હાહીત કાવતરૂ રચી અલગ અલગ રાજયોના અલગ અલગ વ્યકિતઓ સાથે છેતરપીંડી કરી સાયબર ફોડથી મેળવેલ ઉનાણા સગેવગે કરવા તેમજ પોતાનો આર્થિક આઈ.ડી.બી.આઈ. બેન્ક શાપર-વેરાવળ બ્રાંચના લાભ મેળવવા સારૂ આરોપી નં. ક૧) ના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફોડની રકમ જમા કરાવી કુલ રૂ. ૩,૩૯,૨૬૦ વિડ્રો કરી નાણા સગૅવગૅ કરી એકબીજાને મદદગારી કરી હતી.સાપર વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે