error: This Content is protected !!

શરાબ સસ્તો ગીફટ સીટી માટે દારૂ પરનો વેટ ઘટાડાયો ખાસ ફી નાબુદ હવે શરાબનો એક પૅગ માત્ર ₹125 માં મળશે

દારૂ નૉ વૅટ 61 ટકાથી ઘટાડી ૨૫ ટકા કરાયો

મહાનગરો તથા ગીફટ સીટીમાં કિંમત એક સમાન'કરવા નિર્ણય લેવાયાનો દાવો

 

રાજયમાં શરાબબંધીનો કાયદો કડક બતાવવા સાથે નશાના કારોબારને રોકવા છે.ત્યારે રાજ્ય સરકારે ગાંધીનગર ગીફટ સીટીમાં પ્યાસીઓ માટે દારૂ સસ્તો કરી

દીધો છે. ગીફટ સીટીમાં વેચાતા દારૂ પરનો વેટ ૬૫ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરાયો છે. જયારે ૩૦ એમએલ દારૂ પીરસવા પર લેવાતી રૂા.૨૪૦ ની ખાસ ફ્રી રદ કરી નાખી

રાજય સરકારના ટોપ લેવલનાં સુત્રોએ કહ્યું કહ્યું કે કે રાજયનાં અન્ય મહાનગરોમાં અને ગીફટ સીટીમાં શરાબનાં ભાવો સમાન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં ગીફટ સીટીમાં શરાબની છુટછાટ હતી પરંતુ રાજયના અન્ય ભાગોમાં પરમીટથી વેચાતા દારૂ કરતા ઘણી વધુ કિંમત વસુલાતી હતી. સામાન્ય રીતે ૩૦ એમએલ વિદેશી શરાબની કિંમત રૂા. ૧૦૦ આસપાસ થતી હોય છે. પરંતુ ગીફટ સીટીમાં તે ૫૬૧

થતી હતી. ૬૫ ટકા વેટ પેટે રૂ.૨૨૧ તથા ૨૪૦ ની ખાસ ફી વસુલાતી હતી. હવે ટેકસ

અને ખાસ ફી ઘટાડાતા શરાબનો એક પેગ ૧૨૫ રૂપિયામાં મળશે.

સુત્રોના કહેવા પ્રમાણે ગીફટ સીટી માટે આ નિર્ણય ગેમ ચેન્જર બનશે. વ્યવસાયિકો-હોસ્પીટાલીટી ક્ષેત્ર તેની માંગ કરી રહ્યા હતા. અત્યાર સુધી એક લીટર શરાબ પર ૮૦૦૦ ની ખાસ ફી હતી જે ૩૦ મીલી પર ૨૪૦ થતી હતી. દેશના કોઈ મહાનગરોમાં પણ આવી ફી ન હતી આ પછી ૬૫ ટકા વેટ ઉમેરાતા કિંમત અસામાન્ય વધી જતી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે રાજયમાં આવતા વર્ષોમાં કોમનવેલ્ય સહીતનાં આંતર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવાના છે. ગીફટ સીટી પણ તેનો ભાગ હશે અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.