error: This Content is protected !!

સરધારના હલેન્ડા ગામૅ કૂવો ખોદવાનુ મજુરી કામ કરતાં રાજસ્થાની યુવાનનું હૃદય બેસી જતાં મોત

આટકોટ સરધાર વચ્ચે આવેલા હલેન્ડા ગામે હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુની વધુ એક ઘટના બની છે સરધારના હલેન્ડામાં ખેતરમાં કૂવો ખોદવાની મજૂરી કરતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ ગયા બાદ રાજસ્થાની યુવાનનું મોત થયું છે જાણવા મળ્યા મુજબ મુળ રાજસ્થાનનો વતની મનોહરસિંહ સુખપાલસિંહ રાવત ઉ.વ.૩૫ નામનો યુવાન સાંજે ચારેક વાગ્યે હલેન્ડામાં સુરેશભાઈ પટેલની વાડીએ કૂવો ખોદવાનું કામ કરતો હતો ત્યારે છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં બેભાન જેવો થઈ ગયો હતો. તેને તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં સાથી મજૂરોમાં શોક છવાઈ ગયો હતો. હોસ્પિટલ ચોકીના આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનોહરસિંહ બે ભાઈ અને ચાર બહેનમાં બીજો હતો. તેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે એક દોઢ મહિનાથી અહિ રહી કૂવો ખોદવાની મજૂરી કરતો હતો. તેનો ભાઈ પણ બાજુના ગામમાં કામ કરે છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો