error: This Content is protected !!

વીરનગરનમા દૅશી ગીલોળ થી રમતા 10 વર્ષના બાળકને આંખમાં ખીલ્લી ખૂપી ગઈ આટકોટ કૅડીપી હોસ્પિટલના, 4 સર્જનની ટીમે ઓપરેશન કરી જીવ બચાવ્યો

વેકેશનના માહોલમાં બાળકો જ્યારે મસ્તીના મૂડમાં હોય છે ત્યારે, તેમને અમુક મસ્તીની સભાનતા હોતી - નથી.આથી ત્યારે કશુંક ન થવાનું થઈ જાય ત્યારે તેની અસર આખી જિંદગી ભોગવવી પડે તેવું બની શકે. માતા-પિતા માટે લાલબત્તી સમાન – કિસ્સો જસદણ તાલુકાના વિરનગર —ગામેથી સામે આવ્યો હતો. જ્યાં —ગીલોલથી રમી રહેલા 10 વર્ષના માસુત્ર બાળકની આંખમાં લખંડની - ખિલ્લી ખુપી ગઈ હતી. જો કે, આટકોટની – હોસ્પિટલના તબીબોની કુશળતાને — કારણે બાળકની આંખ બચાવી મળી 4 ડોક્ટરોની ટીમે જહેમત ઉઠાવી ખીલી બહાર કાઢી ઘટનાની ગંભીરતા જોઈ પરિવાર તાત્કાલિક અયાનને આટકોટની પરવાડિયા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડો. ઉમંગ ઠક્કર અને તેમની 4 સર્જનની વિશેષ ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ બાળકની આંખમાંથી લોખંડની ખીલી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. અત્યારે વેકેશનનો સમય છે અને બાળકો ગ્રામ્ય વિસ્તારમાં ગીલોલ, લખોટી કે અણીદાર વસ્તુઓથી રમતા હોય છે. આવા સમયે વાલીઓએ બાળકો પર સતત નજર રાખવી જોઈએ. સામાન્ય લાગતી રમત ક્યારેક આજીવન ખોડખાંપણ લાવી શકે છે. જેથી બાળકોને અણીદાર રમકડાં કે જોખમી વસ્તુઓથી દૂર રાખવા તબીબોની સલાહ છે. વિરનગર ગામના અયાન વિપુલભાઈ સલુડીયા (ઉ.વ. 10) નામનૉ બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. વેકેશન હોવાથી બાળકોએ દેશી જુગાડથી ગીલોલ બનાવી હતી. રમતા-રમતા અચાનક લોખંડની દિલ્હી ખીલ્લી આંખમાં ઘૂસી ગઈ હતી બાળક લોહીલુહાણ હાલતમાં ચીસો પાડવા લાગતા પરિવારજનો દોડીઆવ્યાહતા.