error: This Content is protected !!

જસદણના બોઘવદર કુંદણી અનૅ વિછીયાના નવાગામ સોમલપરમા રૂ. ૬૨૫ લાખના ખર્ચે ત્રણ રોડના મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયા

આધુનિક રોડ અને પુલના નિર્માણથી ગ્રામ્ય પરિવહન સુગમ બનતા વિકાસને વેગ મળ્યો કિસાન પથ’ યોજના અંતર્ગત રૂ. ૧૦૦ લાખના ખર્ચે નવાગામ-સોમલપર રોડ રીસર્ફેસિંગ

 

 ગ્રામ સડક યોજનામાં રૂ. ૧૨૫ લાખના ખર્ચે સ્ટેટ હાઇવેથી કુંદળી રોડનું રીસર્ફેસિંગ એમ.એમ.જી.એસ.વાય. યોજનામાં રૂ. ૪૦૦ લાખના ખર્ચે બોઘરાવદર-ફાડદંગ નોન-પ્લાન રોડનું નિર્માણ

 

 જસદણ-વિંછીયા પંથકમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ. ૬૨૫ લાખથી વધુના ખર્ચે તૈયાર થનારા વિવિધ ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલ નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાકા રસ્તાઓ તેમજ પુલોના નિર્માણથી સડક પરિવહન વધુ સુગમ બન્યું છે. જેના પરિણામે નાગરિકોના સમયની બચત સાથે ગ્રામ્ય વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળ્યો છે

મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે કરવામાં આવેલા વિકાસકાર્યોમાં 'કિસાન પથ’ યોજના અંતર્ગત રૂ. ૧૦૦ લાખના ખર્ચે નવાગામ-સોમલપર રોડ રીસર્ફેસિંગ કામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૧૨૫ લાખના ખર્ચે સ્ટેટ હાઇવેથી કુંદળી ગામ એપ્રોચ રોડના રીસર્ફેસિંગ કામ તેમજ એમ.એમ.જી.એસ.વાય. યોજના અંતર્ગત રૂ. ૪૦૦ લાખના ખર્ચે બોઘરાવદર-ફાડદંગ નોન-પ્લાન રોડના નિર્માણકાર્યનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મેર, સિંચાઈ સમિતિના ચેરમેન દેવાભાઈ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગના એમ.એસ. પંડ્યા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.