જસદણના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં હાઈ વોલ્ટેજ પાવર થી શોર્ટ સર્કિટ કોમ્પ્યુટર સીસીટીવી સહિત નુકસાન વેપારીઓ મુશ્કેલીમાં
ટેકનિકલ ખામી ને કારણે પાવર વધઘટ થતા ઇલેક્ટ્રિક ઉપકરણો
બાળી ગયા પીજીવીસીએલએ તપાસ આદરી
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ નવા એસટી ડેપોના ક્રિષ્ના કોમ્પ્લેક્સ માં પાવર વધઘટ થતા વેપારીઓ પરેશાન પ્રાપ્ત માહિતી મુજબ મેઈન લાઈનમાં ટેકનિકલ ખામી સર્જાતા 240 વોલ્ટના બદલે સીધો 360 વોલ્ટ પાવર સપ્લાય થતા 8 થી 10 દુકાનોમાં શોર્ટ સર્કિટ થયો હતો. ઘટનાના પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં આવેલી “સુભાષ ચાઈનીઝ” સહિત અનેક દુકાનોમાં રહેલા ફ્રીઝ, CCTV કેમેરા, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા PGVCL ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.