error: This Content is protected !!

વિંછીયા પંથકમાં પરણીતાને પ્રેમ જાળમાં ફસાવી બહેનપણીના પતિ ઍ અવારનવાર દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ, એટ્રોસિટી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ

 

મૈત્રી કરાર કરી સંબંધ બાંધ્યા, મહિલાએવિરોધ કર્યો તો પુત્રને મારી નાંખવાની ધમકી આપી

 

 વીંછિયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિએ અવારનવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે વીંછિયા પોલીસ મથકમાં દુષ્કર્મ, એટ્રોસિટી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સુત્રોમાંથી મળતી વિગત

મુજબ 31 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષદ ભોળા તાવીયા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે વિંછીયા પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે,તે તેના પતિ અને એક પુત્ર સાથે રહે છે. તેના જ ગામમાં તેની બહેનપણી પણ રહે છે અને બંને વચ્ચે સારી મિત્રતા હોવાથી અરસપરસ ઘરે આવવા જવાના વ્યવહાર હતા. જે સંબંધે ફરિયાદીની બહેનપણીનો પતિ પણ ફરિયાદીના ઘરે આવજા કરતો હતો. જે દરમિયાન આરોપીએ ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી લીધેલ હતા.જે બાદ મોબાઈલ પર મેસેજ અને વાતો કરી મિત્રતા કેળવી હતી અને આગળ જતા તે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. જે બાદ આરોપીએ પ્રેમ જાળમાં ફસાવી ફરિયાદી સાથે મૈત્રી કરાર પણ કરી લીધા હતા. જે બાદ આરોપી મહિલાને અવારનવાર તેના ઘરે બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. ત્યારબાદ ઘર સિવાય અન્ય અલગ અલગ જગ્યાએ પણ ફરિયાદીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુંઆ સમગ્ર બનાવમાં આરોપીએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યા બાદ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં નોંધાયું હતું આ દરમિયાન મહિલાએ હર્ષદ ભોળા તાવીયા સાથેના સંબંધનો વિરોધ કરી અને સંબંધ તોડવા પ્રયાસ કરતા આરોપીએ ધમકી આપી હતી કે જો તું મારી સાથે સંબંધ તોડી નાખીશ તો મૈત્રી કરાર અંગે તારા પતિને બધી જાણ કરી દઈશ, તેમજ જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા પુત્રને જાનથી મારી નાખીશ. જે આરોપીની ધમકીથી આખરે કંટાળી મહિલાએ તેના પતિને બનાવ અંગે જાણ કરી હતી અને પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો હતો.