વિંછીયાના હિંગોળગઢ પાસે હિટ એન્ડ રન અજાણ્યા વાહને દીપડાને કચડતા મોત વન વિભાગૅ શોધખોળ આદરી
વીંછીયા તાલુકાના હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય નજીક માર્ગ ક્રોસ કરી રહેલા એક દીપડાને પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર ઇજાઓ થવાના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાહનચાલક અકસ્માત સર્જીને તુરંત જ પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. હિંગોળગઢ પંથકના સ્થાનિક રાહદારીઓએ રોડ પર દીપડાનો લોહીલુહાણ મૃતદેહ જોતા વન વિભાગને જાણ કરી હતી, જેને પગલે વન્યજીવ પ્રેમીઓ પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ફોરેસ્ટ વિભાગની ટીમે કાફલા સાથે દોડી આવી દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ કરી હતી. વન વિભાગ દ્વારા વન્યજીવ મોતના આ ગંભીર મામલામાં અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે આસપાસના રોડ-રસ્તા અને ચેકપોસ્ટના સીસીટીવી ફૂટેજ ફંફોસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અવરજવરથી અભયારણ્યની આસપાસનો સમગ્ર પંથક દીપડા સહિતના વન્યજીવોની ભરપૂર હોવા છતાં હાઇવે પર સાઈન બોર્ડ કે સ્પીડ બ્રેકર મુકાયા નથી. જેના કારણે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો દોડાવતા હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.