error: This Content is protected !!

રાજકોટના ૧ કરોડ રૂપીયાના સાયબર ગુનામા આરોપીનો જામીન ઉપર છુટકારો કરતી ગુજરાત હાઈકોર્ટ

જસદણના એડવોકેટ જયભાઈ અંબાણી રાજકોટના એડવોકેટ રૂપલબેન બી થડેશ્વર એકતાબેન કે ઘૉરડા રૉકાયૅલ

 

રાજકોટના કુબાન વલીજી બદામીએ સાઈબર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવેલી હતી કે અજાણ્યા મોબાઈલ ફોન ઉપરથી ફોન આવેલ કે તમો ગેરકાયદેસર પ્રવૂતિ કરી રહયા છો જેથી તમને ફીઝીકલ એરેસ્ટ કરી મુંબઈ લઈ જવામાં આવશે અને આપની બંને પુત્રીઓ જે વિદેશમાં રહેશે તેને ડિપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે જો તમારે તેમાંથી બચવુ હોય તો અમોને રૂપીયા આપવા પડશે અને તેઓએ મુંબઈ પોલીસની ખાખી વિર્દ પેહરેલ હતી અને વોટસપ વીડીયો કોલથી શંકર સુરેશ પાટીલ પોલીસ સબ ઈન્સ્પેકટર બોલે છે તેવી ઓળખ આપેલ હતી તેમ કહી ફરીયાદીને એવું કહેલ હતુ કે તમોને સાઈબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં ફીઝીકલ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તથા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા લખેલા ખોટા દસ્તાવેજો મોકલી રૂપીયા એક કરોડ ચૌદ લાખ પચાવન હજાર પુરા ફરીયાદી પાસેથી કઢાવી લીધેલ હતા જે બાબતની ગંભીર ફરીયાદ થતા રાજકોટ પોલીસે ધ્રૂવભાઈ પરશોતમભાઈ અગ્રાવતની અટકાયત કરી રાજકોટ કોર્ટમાં રજુ કરતા તેઓને રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવેલ હતા અને તેઓને જામીન ઉપર છોડવાનો રાજકોટ સેશન્સ કોર્ટે ઈન્કાર કરી દિધેલ હતો જેથી આરોપીના એડવોકેટ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન ઉપર છુટવાની માંગણી કરતા ગુજરાત હાઈકોર્ટે સાયબર ગુનાના કામે રાજકોટની જેલમાં રહેલ ધ્રુવભાઈ પરશોતમભાઈ અગ્રાવતને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે જસદણના એડવોકેટ જયભાઈ અંબાણી, તેમજ રાજકોટના એડવોકેટ રૂપલબેન બી. થડેશ્વર , એકતાબેન કે. ધોરડા રોકાયેલ હતા