જસદણના ખડવાવડીની સીમમાં નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી પાડ્યા
જસદણ તાલુકાના ભાડલા પોલીસે ખડવાવડી ગામની સીમમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી લીધા હતા.
ભાડલાના ખડવાવડી ગામની સીમ ભુતનાથ મહાદેવ વિસ્તારમાં આવેલ નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલા પોલીસે રેઈડ કરી જુગાર રમતા વિનુભાઈ જેમાભાઈ બાવળીયા ધંધો.મજુરી રહે.મોણપર તા.ચોટીલા, રસીકભાઇ સગરામભાઇ બાવળીયા ધંધો.મજુરી રહે.મોણપર તા.ચોટીલા, બાબુભાઈ લખમણભાઈ ભુવા ધંધો.મજુરી રહે.રામળીયા તા.જસદણ તથા દીનેશભાઈ ગોરધનભાઈ જતાપરા ધંધો મજુરી રહે.દેવપરા તા.જસદણને રોકડા રૂા. ૧૦,૭૫૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી